માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન ખાતે નવા શૈક્ષણિક સત્રનો ઉત્સાહભેર પ્રારંભ

તારીખ ૨૩/૦૭/૨૦૨૬ ના રોજ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન ખાતે નવા શૈક્ષણિક સત્રનો ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે નવા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી અને સમગ્ર ભવનનું વાતાવરણ નવા શૈક્ષણિક વર્ષની ઉર્જાથી છલકાતું બન્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ભવનના અધ્યક્ષશ્રી  ડૉ. ભગીરથસિંહ માંજરીયા દ્વારા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ભવનનો વિસ્તૃત પરિચય કરાવ્યો હતો તેમજ અભ્યાસ, સંશોધન અને શૈક્ષણિક પ્રગતિ માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ભવનના અધ્યાપકશ્રી ડૉ. રાજુભાઈ દવે દ્વારા પણ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ દરમિયાન જ્ઞાનવૃદ્ધિ, સંશોધન અને સમાજ પ્રત્યેની જવાબદારીને સમજી આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા.

નવા શૈક્ષણિક સત્ર સાથે એલ એલ.એમ (સેમેસ્ટર-1), પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (PGDIPR) તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન હ્યુમન રાઇટ્સ એન્ડ સાઇબર સિક્યુરિટી લોઝ (PGDHRCSL) ના અભ્યાસક્રમોનો પણ ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ભવનના અન્ય અધ્યાપકો ડૉ. સાગરભાઈ અમીપરા તથા ડૉ. હિરેનભાઈ ચગ   પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ નવા વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ શૈક્ષણિક જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી.

કાર્યક્રમનો સમગ્ર માહોલ ઉત્સાહ, ઉર્જા અને નવા સંકલ્પોથી ભરપૂર રહ્યો હતો. નવા વિદ્યાર્થીઓએ પણ શૈક્ષણિક સફરની સફળ શરૂઆત માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અંતે તમામ વિદ્યાર્થીઓને સફળ, સર્જનાત્મક અને સંશોધનલક્ષી શૈક્ષણિક વર્ષ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


Published by: Department of Human Rights and International Humanitarian Laws

23-07-2026